Videsh Abhyas Loan Sahay For Scheduled Tribes
Table of Contents
Videsh Abhyas Loan Sahay For Scheduled Tribes
Tribal Yojana In Gujarat । Foreign Education Loan By Government । Govt. Schemes For Scheduled Caste 2021 । SC/ST Loan Scheme in Gujarat | વિદેશ અભ્યાસ લોન
ગુજરાત સરકાર નાં ગુજરાત આદીજાતિ વિકાસ કોર્પોરેશન વિભાગ દ્વારા રાજ્ય નાં ST જાતિ માટે ઘણા પ્રકાર ની યોજનાઓ અમલ મા ચાલે છે.જેમાં સરકાર દ્વારા વનબંધુ યોજના હેઠળ ઘણા પ્રકાર ની બીજી યોજનાઓ અમલ માં મુકવામાં આવેલ હતી.આજ આપડે Videsh Abhyas Loan Sahay 2022 For Scheduled Tribes યોજના વિશે વાત કરવાના છીએ. ST જાતિ નાં બાળકો ને વિદેશ અભ્યાસ માટે સરકાર લોન આપે છે.
આ લોન માં સરકાર તરફ થી આદિવાસીઓ નાં વિધાર્થીઓ ને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ માં જો અભ્યાસ માટે જવું હોય તો તેઓ ને સરકાર નાં આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આ વિદેશ અભ્યાસ લોન આપવામાં આવે છે.જેમાં વિદેશ માં અભ્યાસ કરવા માંગતા આદિજાતિ નાં વિદ્યાર્થીઓ ને 15 લાખ રૂપિયા ની લોન આપવામાં આવે છે.તો ચાલો જાણીએ આ સહાય વિશે વિગતવાર માહિતી.
Government Education Loan For Abroad- વિદેશ અભ્યાસ લોન
ગુજરાત સરકાર અનુચૂચીત જનજાતિ ના વિકાસ માટે હંમેશા તત્પર રહે છે અને અવારનવાર તેમના વિકાસ માટે નવી નવી સ્કીમ અમલ મા મૂકે જ છે.Tribal Devolopment department Gujarat દ્વારા આ યોજનાઓ ચલવવા માં આવે છે.જેમાં આદિજાતિ નાં ખેડૂતો માટે ની યોજનાઓ, વિદ્યાર્થીઓ માટે યોજનાઓ,મહીલાઓ માટે યોજનાઓ ચાલે છે.
આ સહાય માં આદિજાતિ ના વિદ્યાર્થીઓ ને તેમને જો ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ માં જવું હોઈ તો સરકાર તેમને 15 લાખ રૂપિયા ની સહાય કરે છે અને એ પણ 4% નાં સાદા વ્યાજે.કારણે કે આવા આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ હોશિયાર હોઈ છે પણ પૈસા નાં અભાવે તેઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શકતા નથી.એટલે આ લોન દ્વ્રારા તેમને અભ્યાસ માં ખુબ જ સારી મદદ મળશે અને તેઓ વિદેશ માં અભ્યાસ કરી શકશે.
યોજના નું નામ | videsh Abhyas Loan Sahay |
સહાય | 15 લાખ રૂપિયા ની લોન સહાય |
રાજ્ય | ગુજરાત |
ઉદ્દેશ | આદિજાતિ માં ઉચ્ચ શિક્ષણ નું પ્રમાણ વધે તે હેતુ થી |
લાભાર્થી | અનુચૂચિત જનજાતિ ના વિદ્યાર્થીઓ |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
સંપર્ક કચેરી | બિરસામુંડા ભવન, સેક્ટર -10 A ગાંધીનગર, ગુજરાત Official website માટે અહીંયા ક્લિક કરો |
videsh abhyas loan sahay- લાભ
આદિજાતી વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવતી આ સહાય માટે અનુચુચિત જનજાતિ ના વિદ્યાર્થીઓને 15 લાખ રૂપિયા ની લોન પેટે ધિરાણ આપવામાં આવે છે.આ લોન માં વિદ્યાર્થીનાં અભ્યાસ અને તાલીમ આ બંને માંથી જેનો ખર્ચ ઓછો હોઈ તે વિદ્યાર્થીઓ ને મળવાપાત્ર રહેશે.વધુ મા વિદ્યાર્થીઓ ને જે લોન ની સહાય આપવામાં આવે છે તે લોન નજીવા વ્યાજે આપવામાં આવે છે. જેમાં 15 લાખ ની લોન માં માત્ર 4% નાં સાદા વ્યાજે ધિરાણ અપાઈ છે.
વધુ મા આપને જણાવી દઈયે કે જો વિધાર્થીઓ દ્વારા તેમને લોન ભરવામાં વિલંબ થશે તો તેમની પાસે 2.5% વ્યાજ દંડ વધારે વસૂલવામાં આવશે.
લોન પરત કરવાના સમય કેટલો હશે ?
આ લોન સહાય ગુજરાત રાજ્ય નાં અનુચૂચિત જનજાતિ ના વિદ્યાર્થીઓ માટે છે.માટે આ લોન મળ્યા બાદ વિદ્યાર્થી તેમનો અભ્યાસ પૂર્ણ કરી લે પછી તેઓ ને 6 માસ બાદ આ લોન ને માસિક/60 હપ્તા માં આ લોન ભરપાઇ કરવાની રહેશે.
Videsh Abhyas Loan Sahay 2022 For Scheduled Tribes ની પાત્રતા
સરકાર શ્રી ની દરેક યોજનાઓ માટે પાત્રતા નક્કી કરવામાં આવે હોઈ છે.માટે આ યોજના માં પણ આદિજાતી વિકાસ કોર્પોરેશન દ્વારા નીચે મુજબ ની પાત્રતા નક્કી કરવામાં આવેલ છે.જેમાં કે વિદ્યાર્થી આ પાત્રતા ધરાવતા હસે તેઓ ને જ આ સહાય માટે પાત્ર ગણવામાં આવશે.
- લાભાર્થી વિદ્યાર્થી ગુજરાત રાજ્ય નો વતની હોવો જોઈએ.
- લાભાર્થી વિદ્યાર્થી અનુછૂચિત જનજાતિ નો હોવો જોઈએ અને તેમની પાસે સક્ષમ અઘિકારી નું જાતિ નું પ્રમાણપત્ર હોવું જોઈએ.
- લાભાર્થી વિદ્યાર્થી ધોરણ-10 અને ધોરણ-12 અથવા તો તેમની સમકક્ષ પરીક્ષા મા ઉતીર્ણ હોવા જરૂરી છે અને તેમના પ્રમાણપત્રો હોવા જરૂરી છે.
- આ યોજના માટે કોઈ આવક મર્યાદા નથી.
- આ યોજના માટે વિદ્યાર્થી એ વિદેશ ની જેતે યુનિવર્સિટી માં એડમીશન પહેલા મેળવવા નું રહેશે.
જો આપને ગુજરાત સરકાર ની તમામ સરકારી યોજનાઓ ની વધારે માહિતી મેળવવી હોઈ તો અમારી Telegram Channel સાથે જોડાવ
Student Loan For Study Abroad Documents – આધાર પુરાવા
સરકાર દ્વારા વિદ્યાર્થીઓ ને જો સહાય મેળવવી હોય તો તેમના બધા નિયમો માં બંધ બેસતા હોઈ તેવા વિદ્યાર્થીઓ જ પાત્ર ગણાશે અને તેમને નીચે મુજબ નાં બધા આધાર પુરાવા રજૂ કરવામાં રહેશે.
- લાભાર્થી વિદ્યાર્થી નું આધારકાર્ડ
- લાભાર્થી વિદ્યાર્થી નું લિવિંગ સર્ટિફિકેટ(LC)
- લાભાર્થી વિદ્યાર્થી નું અસુચૂચિત જનજાતિ નું પ્રમાણપત્ર
- લાભાર્થી વિદ્યાર્થી નું રેશનિંગ કાર્ડ
- લાભાર્થી વિદ્યાર્થી નાં બેંક ખાતા ની પાસબુક
- લાભાર્થી વિદ્યાર્થી નાં ધોરણ-10 અને ધોરણ-12 નાં પ્રમાણપત્રો
- લાભાર્થી વિદ્યાર્થી નાં વાલી ની સંમતિ પત્રક
- લાભાર્થી વિદ્યાર્થી નું સંમતિ પત્રક
- લાભાર્થી વિદ્યાર્થી જોં તેમની બંને જમીનદાર ની મિલ્કત માં ભાગીદાર હોઈ તો તેમની વિગત
- લાભાર્થી વિદ્યાર્થી એ રજૂ કરેલ મિલકત નો પુરાવો દા.ત. – 7/12 અને 8/અ, મકાન નું દસ્તાવેજ અથવા તો પ્રોપર્ટી કાર્ડ તાજેતર નો
- લાભાર્થી વિદ્યાર્થી અને જમીનદાર-1 નો દાખલો દા.ત 7/12 અને 8/અ અથવા પ્રોપર્ટી કાર્ડ અથવા મકાન નું દસ્તાવેજ
- લાભાર્થી વિદ્યાર્થી અને જમીનદાર-2 નો દાખલો દા.ત 7/12 અને 8/અ અથવા પ્રોપર્ટી કાર્ડ અથવા મકાન નું દસ્તાવેજ
- જમીનદારો એ 20 રૂપિયા નાં સ્ટેમ્પ પેપર પર એફિડેવિટ કરેલ સોગંધનામું
- લાભાર્થી વિદ્યાર્થી એ રજૂ કરેલ મિલ્કત નાં સરકાર શ્રી નાં વેલ્યુએશન રિપોર્ટ
- લાભાર્થી વિદ્યાર્થી નું પાસપોર્ટ
- લાભાર્થી વિદ્યાર્થી નું વિઝા
- વિદ્યાર્થી એ વિદેશ ની જેતે યુનિવર્સિટી માં પ્રવેશ મળેલ છે તેનો આધાર
- વિદ્યાર્થી એ વિદેશ ની જેતે યુનિવર્સિટી માં કેટલી ફી ભરેલ છે તેની વિગતો
- વિદ્યાર્થી એ વિદેશ માં જેતે યુનિવર્સિટી માં પ્રેવશ મેળવેલ છે તો તે કોલેજ અથવા યુનિવર્સિટી માન્યતા પ્રાપ્ત છે કે નહિ તેની વિગતો
વિદેશ અભ્યાસ લોન માટે ની આવક મર્યાદા
આ યોજના સરકાર શ્રી નાં આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ચાલી રહી છે.તો જે વિદ્યાર્થી આ લોન સહાય નો લાભ લેવા માંગતા હોઈ તેમને આ યોજના માટે કોઈપણ પ્રકારની આવક મર્યાદા રાખેલ નથી.
Videsh Abhyas Loan Sahay Gujarat Online Apply
રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ વિકાસ વિભાગ થકી આતી પછાત એવા ST સમાજ ના લોકો માટે પ્રકાર ની યોજનાઓ અમલ મા મુકેલ છે.જેમાં તેમના વિદ્યાર્થી ઓ વધુ શિક્ષિત બને તે હેતુ થી આ વિદેશ અભ્યાસ લોન ને સરકાર દ્વારા આપવામાં આવે છે.જેમાં આ લોન નો લાભ લેવાના તમામ ST જાતિ નાં વિદ્યાર્થીઓ ને Online અરજી કરવાની રહેશે.જેના માટે તેમજ આ Videsh Abhyas Loan માટે કેવી રીતે Online Registration કરવુ વગેરે અહીંયા તમામ માહિતી વિગતવાર આપેલ છે.
સૌપ્રથમ આપ google Crome માં જઈ ને Aadijatinigam ની વેબસાઇટ Type કરશો તો તેમાં આપને Gujarat Tribal Devolopment Corporation ની Official Website દેખાશે જેમાં નીચે લખ્યું હશે Apply For Loan ત્યાં જવાનું રહેશે.નીચે ફોટો માં બતાવેલ છે.
હવે જો તમારે આ લોન વિશે માહિતી મેળવવી હોઈ તો આપ Gujarat Tribal Devolopment Corporation Home Page પર જઈ ને લોન વિશે માહિતી મેળવી શકો છો નહીતર આપને ડાયરેક્ટ Online અરજી કરવાની હોઈ તો આપ ઉપર બતાવેલ છે તેમ Apply For Loan પર જાવ.જ્યા આપને નીચે આપેલ ફોટો પ્રમાણે વિદેશ અભ્યાસ લોન દેખાશે.
ત્યાંર બાદ આપને Login થવાનુ રહેશે.જો આપે પહેલી વખત apply કરો છો તો આપને New Register પર જવાનું રહેશે.અને જો આપની પાસે Password અને Id હોઈ તો આપે સીધું Login કરવાનું રહેશે.
ત્યાર બાદ લાભાર્થી વિદ્યાર્થી એ સફળતાં પુર્વક Login કર્યા બાદ My Application માં Apply Now પર જવાનુ રહેશે. જયા આપને અલગ અલગ ઘણી યોજનાઓ બતાવશે જ્યા આપને વિદેશ અભ્યાસ લોન પર ક્લિક કરવાનું રહેશે.
ત્યાર બાદ જે Online અરજી ખૂલે તેમાં લાભાર્થી વિદ્યાર્થી એ તેમની તમામ વિગતો ભરવાની રહેશે.જેમ કે તેમને અભ્યાસ ની વિગતો, મિલ્કત ની વિગતો વગેરે ભરી ને અપલોડ કરવાની રહેશે.
ત્યાર પછી લાભાર્થી એ તેમની જામીનદાર 1 ની વિગતો,લોન ની વિગતો, જામીનદાર મિલ્કત ની વિગતો,બેંક ખાતા ની વિગતો તમામ વિગતો ભરી ને તે તમામ દસ્તાવેજો ને Online અપલોડ કરવાના રહેશે.
ત્યાર બાદ Online અરજી ની સંપૂર્ણ પ્રક્રિયા પૂરી થઈ ગયા બાદ તમારી અરજી ને સવે કરો અને પછી સબમિટ કરો.
Tribal Development Department Gujarat Website
ગુજરાત આદિજાતિ વિકાસ વિભાગ દ્ધારા આ તમામ યોજનાઓ ST સમાજ માટે અમલ મા મુકેલ છે. જેમાં આપ જો આ તમામ યોજનો અને બીજી અન્ય આદિજાતિ માટે ની માહિતી મેળવવા માંગતા હોય તો તેની Official Website અહીંયા આપેલ છે જેમાં આપ જઈ ને તમામ માહિતી મેળવી શકો છો.
www.Aadijatinigam.Gujarat.gov.in
gujarat government education loan for abroad study Online Apply
અગર આપ સૌને જો આદિજાતિ નિગમ ની વેબસાઇટ પર નાં જવું હોઈ અને લાભાર્થી ને સીધું જ Apply Online પર જવુ હોઈ તો અહીંયા ક્લિક કરવાથી સીધું જ અરજી કરવા માટે Login Page ખુલશે.
Tribal Development Department Gujarat Contact Number
Address : બિરસામુંડા ભવન, સેક્ટર -10 A ગાંધીનગર, ગુજરાત
PHONE : +91 79 23253891, 23253893
EMAIL ID : ed-gtdc@gujarat.gov.in
FAQ
Videsh Abhyas Loan માં કેટલી લોન મળે છે ?
આ યોજના માં જે વિધાર્થીઓ વિદેશ અભ્યાસ કરવા જવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓ ને 15 લાખ ની લોન આપવામાં આવે છે.
Videsh Abhyas Loan માં વ્યાજ કેટલું હોઈ છે ?
Videsh Abhyas Loan માં 15 લાખ નું વાર્ષિક વ્યાજ માત્ર 4% જ હોઈ છે.
વિદેશ અભ્યાસ લોન કોને મળવા પાત્ર છે ?
આ યોજના માટે જે ST સમાજ ના વિધાર્થીઓ છે અને તેઓ વિદેશ માં અભ્યાસ કરવા જવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓ ને આ લોન મળવાપાત્ર છે.
વિદેશ અભ્યાસ લોન ને પરત કરવાનો સમય ગાળો શું હોઈ છે ?
6 માસ બાદ આ લોન ને માસિક/60 હપ્તા માં આ લોન ભરપાઇ કરવાની રહેશે